Saturday 25 April 2020

સેલીબ્રિટીઝ- સ્પેસ વોર: પોલ એલન, ઇલોન મસ્ક, જેફ બિઝોસ વચ્ચે જામેલી 'ટેક-વોર'




એક સમય હતો જ્યારે કોમ્પ્યુટર સાયનીસ્ટ વચ્ચે 'બ્રાઉસર' વૉર ચાલતું હતું. ઇન્ટરનેટની લોકપ્રિયતા સાથે જેફ બીઝોસ, પોલ એલન, બિલ ગેટ્સ વગેરે સેલીબ્રીટીઝ બની ગયા તેમનું ધ્યેય નહીં ટેકનોલોજીને લોકભોગ્ય બનાવવાનો રહ્યો. જેમાંથી 'મોનોપોલી' અને બિઝનેસ વૉર શરૃ થયા ''ગુગલ''નો ઇન્ટરનેટ ક્ષેત્રે ડંકો વાગવા માંડયો એટલે તેણે પોતાની ટેકનીકલ ક્ષમતાનો લક્ષ્ય વધારી મોબાઇલ ક્ષેત્રે પ્રદાર્પણ કર્યું. ડ્રાઇવર લેસ કાર, આર્ટીફીશીઅલ ઇન્ટેલીજન્સથી માંડીને સ્પેસ સાયન્સ સુધી તેણે પોતાની .... અને પ્રવૃત્તિ વધારી મુકી. કેટલાંક ઉદ્યોગપતિઓ અને ફિલ્મી હસ્તીઓ પણ 'સ્પેસ' ટેકનોલોજી ક્ષેત્રે અવનવા આઇડીયા અને ધ્યેય સાથે આગળ વધવા લાગી અને સોલીડ પ્રોજેક્ટને અમલમાં મુક્યાં. આજે હવે તેમનાં સંશોધનો, નવાં આયામ અને દિશા આપવા આગળ વધી રહ્યાં છે. સ્પેસ ટેકનોલોજીમાં સેલીબ્રીટીઝની ધંધાકીય હરીફાઇ 'વૉર' જેવી સ્થિતિ સર્જી રહ્યું છે. જેમાં સરવાળે ફાયદો સામાન્ય માનવીને જ થવાનો છે. સેલીબ્રીટીઝનાં નવાં સંશોધનો અને પ્રવૃત્તિઓનો અનોખો ચિતાર સેલીબ્રીટીઝનાં 'સ્પેસવૉર'માં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સેલીબ્રિટીઝ- સ્પેસ વોર

તાજેતરમાં કોલોરાવો ખાતે નેકસ્ટ જાહેરાત સબ ઓરબીટલ રિસર્ચ કોન્ફરન્સ ભરાઈ ગઈ હતી. જેમાં નાસાનાં જેફ એસબીએ પ્રવચન આપ્યું હતું. જેફ એસબી નાસાનો ભૂતપૂર્વ અંતરીક્ષયાત્રી છે. જે જેફ બિઝોસની 'બ્લ્યુ ઓરીજીન' કંપનીનાં સેફટી અને મિશન નિયામકની સેવા આપી રહ્યાં છે. ખાનગી ક્ષેત્રની સમાનવ અંતરીક્ષ યાત્રા માત્ર એકાદ વર્ષ દૂર છે એમ તેમણે જણાવ્યું હતું. વર્જીન ગેલેક્ટીઝ કંપની, સ્પેસ ટુરીઝમ વિકસાવવા ઉપર ભાર મુકી રહી છે. વર્જીન ગેલેકવ્ઝનાં રિસર્ચ બ્રાનરોને જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં, તેઓ વર્જીન ગેલેક્ટીઝ દ્વારા વિકસાવવામાં આવેલ 'સ્પેસ શીપ'માં અંતરીક્ષની મુસાફરી કરશે. ઇલોન મસ્ક તેમનાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ડ્રેગન કેપ્સ્યુલનું મેન્ડ વર્ઝન/ સમાનવ યાન પ્રદર્શીત કરવાની તૈયારીમાં છે. ડ્રેગન કેપ્સ્યુલ ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશન અને પૃથ્વી વચ્ચે અંતરીક્ષયાત્રીઓની હેરફેર કરાવી શકે તે માટે નાસા એ કરાર કર્યો છે. આવનારાં સ્પેસ પ્રોગ્રામનો સારાંશ કાઢવો હોય તો, બ્લ્યુ ઓરીજીનનાં અબજોપતી જેફ બિઝોસ સમાનવ અંતરીક્ષયાત્રાથી એક વર્ષ દૂર છે. વર્જીન ગેલેક્ટીકનાં અબજોપતિ રિચાર્ડ બ્રાન્સન આવનારા છ મહિનામાં, ખુદ અંતરીક્ષ યાત્રા કરશે. ટેસ્લાનાં એલન પ્રશ્ય આવતાં વર્ષે અંતરીક્ષયાત્રીઓને ૈંજીજી ને મોકલવાનું શરૃ કરશે. બ્લ્યુ ઓરીજીનની ક્રુ કેપ્સ્યુલનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. જેમાં ડમી અંતરીક્ષયાત્રીઓને 'મેનીક્વીન સ્કાયવોકર' તરીકે ફલાઇટમાં મોકલવામાં આવ્યા હતાં. આ કેપ્સ્યુલ બાર અંતરીક્ષયાત્રીઓને અંતરીક્ષમાં લઈ જવા સક્ષમ છે. અમેરિકાની ફેડરલ એવીટોશન એડમીનીસ્ટ્રેશને ઉડ્ડયન માટે મંજૂરી પણ આપી દીધી છે. છેલ્લાં એકાદ વર્ષમાં જેહા બિઝોસે, વારંવાર વાપરી શકાય તેવાં રિસ્યુઝેબલ રોકેટ 'ન્યુ શેફર્ડ'નું સાત વાર ઉડ્ડયન કરાવી ચૂક્યા છે. જેમાંથી છ વાર રોકેટને ફરીવાર વાપરવા માટે પાછું મેળવવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં ઇલોન મસ્કે વિસવાર ફાલ્કન-નાઈન રોકેટને વીસ વાર ઉડાડી મુક્યું હતું. ન્યુ કોર્ફા સબ ઓરબીટસ રોકેટ છે. જે માત્ર એક તબક્કો ધરાવે છે. એનો અર્થ થાય કે સંપૂર્ણ રોકેટ રી-યુઝેબલ છે.

ફાલ્કન હેવી: પ્રક્ષેપણ માટે તૈયાર છે

ઇલોન મસ્કનું 'ફાલ્કન હેવી' મેગા રોકેટ નવા વર્ષની શરૃઆતમાં ઉડવા માટે તૈયાર છે. સ્પેસ એક્સ વડે છેલ્લાં ૧૫ વર્ષમાં અંતરીક્ષ માટે ઉપયોગી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ઉત્ક્રાંતિ સર્જી છે. અત્યાર સુધીમાં એપોલો પ્રોગ્રામ માટે વાપરવામાં આવેલ સેટર્ન-૫ રોકેટ સૌથી વિશાળ અને શક્તિશાળી માનવામાં આવતું હતું. સેટર્ન-૫ કરતાં વધારે વિશાળ અને પાવરફૂલ રોકેટ ઇલોન મસ્કની કંપની વિકસાવી રહી છે. ઇલોન મસ્ક 'મંગલ ગ્રહ' ઉપર કોલોની નાખવાનું પણ આયોજન કરી રહ્યાં છે ત્યારે, ફાલ્કન હેવી રોકેટ તેનો અનુભવ ખૂબ જ કામ લાગે તેવો બની રહેશે. ઇલોન મસ્ક તેનાં રાક્ષસી કદનાં રોકેટ વડે ચંદ્ર અને મંગળ ગ્રહ પર માનવ મોકલવા માંગે છે. જ્યાંથી ચંદ્ર પર ઉતરાણ કરનાર નિલ આર્મસ્ટ્રોંગ અને સેટર્ન રોકેટ અંતરીક્ષમાં ગયું હતું તે સ્થળ, કેપ કેનેવેરેલથી ઇલોન મસ્કનું ફાલ્કન હેવી રોકેટ ઉડ્ડયન કરશે. આ જાયન્ટ રોકેટ ખરા અર્થમાં ત્રણ ફાલ્કન-નાઈન રોકેટનું કામ્બીનેશન છે. તેનો થ્રસ્ટ એટલો બધો છેકે ૬૩ ટન જેટલો પેલોડ/ વજન અંતરીક્ષમાં લઈ જવાની ક્ષમતા રાખે છે. ૨૩૦ ફૂટ ઉંચાઇનું રોકેટ બે તબક્કાવાળું અને બે બુસ્ટર રોકેટ ધરાવે છે. રોકેટમાં કુલ ૨૭ એન્જીન લાગેલા છે. અંતરીક્ષ વૈજ્ઞાાનિકોની નઝર, ''સ્પેસ એક્સ ફાલ્કન હેવી'' પર લાગેલી છે. એપોલો-૧૧નાં લોંચીંગ પેડ પરથી ફરીવાર નવો ઇતિહાસ રચાવા જશે. આજની તારીખે 'મિશન માર્સ' મંગળ પર માનવી ઉતરવો એ પૃથ્વીવાસી માટે ''નવી ચેલેન્જ'' છે. ઇલોન મસ્કે ૨૦૧૨માં સ્પેસ એક્સની સ્થાપના કરી હતી. થોડા થોડા સમયે પોતાનાં પ્રોજેક્ટની વિગતો મીડીયા સમક્ષ મુકીને ઇલોન મસ્ક ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલાં તેમની ''હાઇપર લુપ'' વાળી ટ્રાન્સપોટેશન સિસ્ટમ પણ ચર્ચામાં આવી હતી. 'ફાલ્કન હેવી' રોકેટ મંગળ ગ્રહ માટે ડિઝાઇન કરવામાં આવેલ 'ટેસ્લા રોડસ્ટર' નામનું વાહન પણ હશે. જે ઉડ્ડયન દરમ્યાન ડેવીડ બોવીનું ''સ્પેસ ઓડીસી'' આલ્બમ વગાડતું હશે. ૨૦૧૭માં ટેસ્લા રોકેટ પર કારનું ઝડપી ઉત્પાદન કરી બતાવ્યું હતું. ઇલોન મસ્ક ૨૦૨૨ સુધીમાં બે સ્પેસ ક્રાફટને મંગળની ભૂમી પર ઉતારવા માંગે છે.

પૉલ એલન : વિશ્વનાં સૌથી વિશાળકાય પ્લેન ''સ્ટ્રેટ્રોલોંચ''નું પરીક્ષણ પૂરૃં થયું:


બિલ ગેટ્સ સાથે પૉલ એલનનું નામ જોડાએલું છે. જોકે બિલ ગેટ જેટલાં તેઓ લોકમાનસ સુધી પહોંચી શકતા નથી એ અલગ વાત છે. આ જોડીએ સાથે મળીને માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરીને 'વિન્ડોઝ' ઓપરેટીંગ સિસ્ટમ અને ''ઓફીસ'' સુટ વિકસાવવાની શરૃઆત કરી હતી. પૉલ એલનને સ્પેસ સાયન્સમાં પણ એટલો જ જબરજસ્ત પ્રેમ છે. તેમનાં ડિઝાઇન અને ઉત્પાદન કરેલ વિમાન અને અંતરીક્ષ વાહનને ''એક્સ'' પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં અલગ ટેકનિક વાપરીને અંતરીક્ષ યાન કે સેટેલાઇટને અંતરીક્ષમાં લોંચ કરવાની સિસ્ટમ વિકસાવી છે. જેને 'સ્ટ્રેટોલોંચ' તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી વિશાળકાય પ્લેન, તેની પાખો વચ્ચે સ્પેસ રોકેટ અને સેટેલાઇટને ઉચકી જવાની ક્ષમતા ધરાવે છે. એક વાર નિશ્ચિત ઊંચાઇએ વિમાન પહોંચ્યા પછી, ત્યાંથી સ્પેસ રોકેટને લોંચ કરે છે. સરળ ભાષામાં સ્ટ્રેટોલોંચ એક ઊડતું લોંચીંગ પેડ છે. કાર્ગો સિવાય સ્ટ્રેટોલોંચનું વજન લગભગ ૨૪૦ ટન જેટલું થાય છે. વિમાન ૭૪૭ પ્લેનનાં ૬ એન્જીન વાપરે છે. સ્ટ્રેટોલોંચનું મુખ્ય કામ એરબોર્ન રોકેટ લોંચીંગ કરવાનું છે. સ્ટ્રેટોલોંચનો દેખાવ બે પ્લેનને એક સાથે જોડયા હોય તેવો છે. એક ફુટબોલ પાઉન્ડની લંબાઇ જેટલો વિંગસ્પાન, આ પ્લેન ધરાવે છે. એક પાંખથી બીજી પાંખનાં છેડા સુધીની લંબાઇ ૩૯૫ ફુટ છે. વિશ્વના વિશાળકાય ગણાતા પ્લેન, ''સ્પુસ ગુઝ'' અને રશિયાનાં એન્ન્તોવ- ૨૨૫ કરતાં આ વિમાન વધારે વિશાળ છે. આ વિમાનનું બાંધકામ પૉલ એલનની કંપની 'સ્ટ્રેટોલોંચ' દ્વારા કરવામાં આવ્યું છે. પૉલ એલનનો દ્રષ્ટિકોણ હંમેશા એલન મસ્ક, જેફ બિઝોસ અને રિચાર્ડ બ્રાનસન કરતાં અલગ રહ્યો છે. ઇલોન મસ્ક માનવીને મંગળ પર લઇ જવા માંગે છે. જેફ બિઝોસ રિ-યુઝેબલ રોકેટનો ધ્યેય ધરાવે છે. રિચાર્ડ બ્રાનસન સ્પેસ ટુરીઝમનાં કોન્સેપ્ટથી આગળ વધી રહ્યાં છે. જ્યારે પૉલ એલન ઓછા ખર્ચે વિવિધ સેટેલાઇટ / ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં ચોકસાઇપૂર્વક મૂકવા માંગે છે. વિશાળકાય સ્ટ્રેટોલોંચ પ્લેનનું હુલામણુ નામ ''રોક'' રાખવામાં આવ્યું છે. તાજેતરમાં તેનો પ્રથમ ટેક્ષી  ટેસ્ટ સફળ રહ્યો છે.

એમેઝોન ટયુબ,  યુ ટયુબને હંફાવશે ?

ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર રિવોલ્યુશન સાથે માઇક્રોસોફટનાં પૉલ એલનને બિલ ગેટ્સ, ગુગલના લારી પેજ અને સર્જેઇબ્રિત, એમેઝોનનાં જૈફ બિઝોસ વગેરે 'સેલીબ્રીટીઝ' બની ગયા અને તેમનું બીજું ધ્યેય 'સાયન્સ' સાથે કનેક્ટ થવાનું બની ગયું. આ સેલીબ્રીટીઝે તેમનાં આઇડિયાને નવતર સ્વરૃપ આપી સાયન્સ અને ટેકનોલોજીમાં પોતાનું યોગદાન આપવાનું પણ શરૃ કર્યું હતું. ઈન્ટરનેટ, ટેકનોલોજી ક્ષેત્રે ''ગુગલ'' એક જાયન્ટ કિલર કંપની સાબીત થઇ છે. ગુગલનાં અનેક ઉત્પાદનો લોકપ્રિય છે. અથવા લોકપ્રિય ઉત્પાદનો ''ગુગલે'' કબજે કર્યા છે. આ સંજોગોમાં ગુગલની લોકપ્રિય ''યુ ટયુબ''નો પ્રતિસ્પર્ધી તૈયાર થઇ રહ્યો છે. ''યુ ટયુબ''ને ચેલેન્જ આપવાનું કામ એમેઝોન કરી રહી છે. જો કે ઈન્ટરનેટ ક્ષેત્રે દરેક વ્યક્તિ એકબીજાનાં કટ્ટર હરીફ છે. તેમની હરીફાઇ એક અલગ ઊંચાઇએ પહોંચે છે. યુ.એસ. પેટન્ટ ઓફીસ અને ટ્રેડ માર્ક ઓફીસનાં ''એમેઝોન ટયુબ'' અને ''ઓપન ટયુબ'' નામની બે એપ્લીકેશન એમેઝોને ફાઇલ કરી છે. જે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન માટે છે. ગુગલ અને એમેઝોન વચ્ચે ૨૦૧૫થી હુંસાતુંસી અને વૉર શરૃ થયું છે. એમેઝોને તેનાં સ્ટોર ઉપરથી 'ગુગલ'ની ડિવાઇસ અને ઉત્પાદનો વેચવાનું બંધ કર્યું હતું. એમેઝોન ઓન લાઇન સ્ટોર ઉપરથી ''ગુગલ ક્રોમકાસ્ટ'' અને નેસ્ટ સ્પાર્ટ થર્મોસ્ટેટને વેચાણ લીસ્ટ પરથી દૂર કર્યા હતા. એમેઝોનનો ઈકો-શો ડિવાઇઝ પરથી યુ ટયુબને ગાયબ કરીને ગુગલે બદલો લીધો હતો. બંને કંપનીઓએ છેવટે કરાર કરવાની વાત કરી હતી. એમેઝોન હવે યુ ટયુબની સર્વીસ કરે તેવી ''એમેઝોન ટયુબ અને ઓપન ટયુબ'' શરૃ કરવા જઇ રહી છે. આવતે વર્ષે એમેઝોન ફાયર ટીવી શરૃ થઇ રહ્યું છે. એમેઝોન ટયુબ ઉપર ઓડીયો, વિડીયો, વિઝ્યુઅલ્સ, મૂવીઝ, ટી.વી. શૉ, મ્યુઝીક વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. હવે જોકે બંને પાર્ટી સમાધાનનાં મુડમાં છે. એમેઝોને ગુગલ ક્રોમકાસ્ટને ફરી વેચાણ લીસ્ટ પર લીધું છે. જોઇએ આગળ ઉપર એમેઝોન ટયુબ અને યુ-ટયુબ વચ્ચે કેવી રસાકસી થાય છે.